અલબિલા આવો મારે ઓરડે રે, હું તો મોઈ છું મોહન તનગોરડે રે ૧/૫

 પદ રાગ-ગરબી

૧૨૭                                         પદ-૧/૫
અલબિલા આવો મારે ઓરડે રે, હું તો મોઈ છું મોહન તનગોરડે રે.     અલ.   ૧
શિર પાઘ શોભે ફુલ તોરડે રે, મારું મનડું લોભે છે જોવા જોરડે રે.        અલ.   ૨
જોવું મુખડું હું હસવે થોરડે રે, નાસાનન મણિને ગોર કપોલડે રે.          અલ.   ૩
ચોર્યું ચિત્તડું ચતુર ચિત્ત ચોરડે રે, ભુજ લટકે બાજુ કેરે બોરડે રે.          અલ.   ૪
નાખી નેણ નજારી નઠોરડે રે, જોઈ પ્રોવાણી વરણ કિશોરડે રે.            અલ.   ૫
 ચાલી વૈષ્ણવાનંદ એને નોરડે રે, બાંધી લીધી વચનરૂપી દોરડે રે.      અલ.   ૬
 

મૂળ પદ

અલબિલા આવો મારે ઓરડે રે, હું તો મોઈ છું મોહન તનગોરડે રે

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી