આજ મેં તો ધર્મકુંવરને જોયા, જોઈને જિવડલામાં પ્રોયા રે સજની. ૧/૮

  પદ રાગ-ગરબી

૧૩૬                                                                      પદ-૧/૮
આજ મેં તો ધર્મકુંવરને જોયા, જોઈને જિવડલામાં પ્રોયા રે સજની.                 આજ.  
ચરણકમલતલ ચિત્તડાને ચોરે, કાળજ ઉરધ રેખ કોરે રે સજની.                     આજ.   ૧
ચરણે શોભે છે ચિન્હ સોળ ન્યારા ન્યારા, ઉરમાં લીધા જેવા સારા રે સજની.     આજ. ૨
ચાંખડી પેરીને ચપળ હંસ ગતિ ચાલે, સંભારતા ઘણું સાલે રે સજની.               આજ.   ૩
પગની આંગળિયું રૂડી પાંખડી કમળની, ઉપડતા નખ અવિચળની રે સજની. આજ.   ૪
 વૈષ્ણવાનંદ કહે મહિમા એ પગનો, જાણીને ત્યાગ કર્યો જગનો રે સજની.  આજ.   ૫

મૂળ પદ

આજ મેં તો ધર્મકુંવરને જોયા, જોઈને જિવડલામાં પ્રોયા રે સજની.

રચયિતા

વૈષ્ણવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી