અષાડે આનંદકારી રે, અમથી અળગા કેમ થયા છો ૧/૪

પદ ૧૯૪૦ મું.- રાગ ગરબી.૧/૪
અષાડે આનંદકારી રે, અમથી અળગા કેમ થયા છો – એ ઢાળ છે.
મારા સમ મોહન તમને રે, સાચું બોલો શામળિયા; મારા. ટેક
અલબેલા કેમ ઉદાસી રે, કહોને પ્રીતમ પાતાળિયા. મારા. ૧
અણિયાળાં નેણ રંગીલા રે, ચંચળ મોહન મરમાળા;
બોલો છો પરવશ સરખા રે, છેલ છબીલા છોગાળા. મારા. ૨
મોહન ક્યાં મનડું લોભાણું રે, નયણે * નિંદ્રા નવ આવે;
ચિતડામાં ચટકી લાગી રે, ભોજનિયાં તે નવ ભાવે. મારા. ૩
શણગાર સજ્યાં રસ રંગે રે, પ્રેમસું કમરું કસીયું;
થયા નટવર વેશે મોહન રે ચિત્તડું તો બીજે જઈ વસીયું; મારા. ૪
ક્યાં જાશો મોહન રસિયા રે, અમને મેલી ગીરધારી;
મધરાતે રંગના ભીના રે, જીવન થયા છો અસવારી . મારા. ૫
મનડાંની વાતું મોહન રે, કાંઇક અમને કહેતા જાઓ;
નહીં તો તમ સંગે રસિયા રે, પ્રેમસખીને લેતા જાઓ. મારા. ૬
*”નેણે “ પાઠાન્તર છે.
 

મૂળ પદ

અષાડે આનંદકારી રે, અમથી અળગા કેમ થયા છો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી