આનંદ આનંદ અખંડ આનંદ, શ્રીહરિ મારા સહજાનંદ ૧/૧

આનંદ આનંદ અખંડ આનંદ, શ્રીહરિ મારા સહજાનંદ;
	સર્વ સુખનું છો મૂળકંદ, શ્રીહરિ મારા સહજાનંદ...ટેક

ચિદાકાશમાં રહ્યા થકા જ, સર્વ નિવાસી સહજાનંદ;
અંદર બહાર ચિદ્‌ઘન એકરસ, એમાં છે મૂર્તિ સહજાનંદ;
	દૂર ને નજીક સદા રહ્યા છો, પ્રાણથી પ્યારા સહજાનંદ...૧

સર્વના કર્તા સર્વ નિયંતા, વિશિષ્ટાદ્વૈત છો સહજાનંદ;
સર્વ પ્રકાશક સર્વના શાસક, સર્વધારક છો સહજાનંદ;
	સર્વના આત્મા હે પરમાત્મા, સર્વના માલિક સહજાનંદ...૨

અવતાર માત્રનું કારણ તમે છો, અવતારી છો સહજાનંદ;
પરથી પર એવા ધામના ધણી, સર્વોપરી છો સહજાનંદ;
	જ્ઞાનજીવનનું જ્ઞાન ને જીવન, એક તમે છો સહજાનંદ...૩

 

 

મૂળ પદ

આનંદ આનંદ અખંડ આનંદ, શ્રીહરિ મારા સહજાનંદ

મળતા રાગ

રાજી થયાનું પોતે કરાવી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૩૦/૦૪/૨૦૧૦, બાલાપુર, સવારે જાગીને

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
સંર્કીતનદાસજીસ્વામી+હરિગુનદાસજીસ્વામી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
મોના તોષ
પ્રાર્થના
Studio
Audio & Video
0
0