આજાનભુજામાં મને, સ્નેહથી સમાવો ૫/૮

આજાનભુજામાં મને, સ્નેહથી સમાવો,
	કૃપા કરી છૈયા મારા, આપો મને લ્હાવો...૧
મૂરતિ છે ઘર મારે, તમે મારા વર,
	જાણું નહિ પિયુ હું તો, તમારા વગર...૨
સ્નેહે તને જોઈ રહું, ટગર ટગર,
	તમે છો મુકામ મારે, તમે છો ડગર...૩
હાથ ને હથેળી તારી, ચૂમું રાત સારી,
	હથેળી ફેરીને મારી, છાતી દિયો ઠારી...૪
હાથ કેરી રેખા રાતી, આંગળી રૂપાળી,
	જ્ઞાનસખીને સુખ આપી, તમે હદ વાળી...૫
 

મૂળ પદ

તમે મારા આત્મા

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

નોન સ્ટોપ કીર્તન વિગત

ધ્યાનનાં પદો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી