હો વાલમજી રે, શોભા તમારી છે ન્યારી ૧/૧

હો વાલમજી રે, શોભા તમારી છે ન્યારી;
		તારી મૂર્તિ લાગે છે પ્યારી પ્યારી...ટેક.
	ચાર છોગાળી તારી પાઘ રૂપાળી,
	ગોળ મટોળ તારી આંખો હેતાળી;
		હો વાલમજી રે, મુખ છબી સુખકારી...તારી૦ ૧
	કંઠમાં કંઠો ને હાર છે કોટમાં,
	મોહક મૂર્તિની હું આવી ગઈ ચાંટમાં;
		હો વાલમજી રે, ગજરાની શોભા અપારી...તારી૦ ૨
	કાંડામાં કડાં ને કેડયમાં કંદોરો,
	આવ્ય તને ભેટી પડું આવ્ય ઘના ઓરો;
		હો વાલમજી રે, વાલા લાગો છો અવતારી...તારી૦ ૩
	તિલક ચાંદલો શોભે છે ભાલમાં,
	મુજ સામું જોઈ તમે હસો છો વાલમાં;
		હો વાલમજી રે, તમે છો મારા હિતકારી...તારી૦ ૪
	સર્વોપરી છે તારી મૂર્તિ અનેરી,
	મહા આનંદથી ભર્યા છો લહેરી;
		હો વાલમજી રે, જ્ઞાનજીવન જાય વારી...તારી૦ ૫
 

મૂળ પદ

હો વાલમજી રે

મળતા રાગ

હો જીવલડા રે, આવો અવસર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0