મુગટ ધારી, મૂર્તિ છે ન્યારી, ઘનશ્યામજી સુખકારી રે, મારા ધણી હેતાળા ૧/૧

મુગટ ધારી, મૂર્તિ છે ન્યારી,
		ઘનશ્યામજી સુખકારી રે, મારા ધણી હેતાળા...ટેક.
	આંખો તમારી મને છે અતિ પ્યારી,
	શોભા તમારી પ્રભુ સહુથી સારી;
		મટકાં લાગે બહુ પ્યારાં રે...મારા૦ ૧
	હસી પડો છો હરિ હેતમાં બહુ,
	એવી મૂર્તિને હૈયે ઉતારી લહુ;
		જોઈ રહે છે સર્વે સંતો રે...મારા૦ ૨
	વાદળી પીળા વાઘા હેત ઉપજાવે,
	કંઠો હાર ને ગજરો કડા મન ભાવે;
		મોજડી પેરી પટપટ ચાલો રે...મારા૦ ૩
	હાથ હલાવી રૂડા આશીષ આપો,
	તમારી જાણી મને છાતીએ ચાંપો;
		મૂર્તિમાં હેતથી સમાઉં રે...મારા૦ ૪
	હેતે જમાડું ને ભાવે રમાડું,
	પિયુજી તમને હું આનંદ પમાડું;
		જ્ઞાનસખીના ભાવ પૂરજો રે...મારા૦ ૫
 

મૂળ પદ

મુગટ ધારી, મૂર્તિ છે ન્યારી

મળતા રાગ

ઓરડા લિપાઓ ઓસરી લિપાઓ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0