અમૂર્તના આકાર, નિરાધારના આધાર ૨/૨

અમૂર્તના આકાર, નિરાધારના આધાર;
	સહજાનંદ સ્વામી મારે થયો તમોમાં પ્યાર...ટેક.
તમે સર્વોપરી છો ભગવાન, તમે જ્ઞાનના છો મૂળ જ્ઞાન,
તારે લઈને સહુનું જ્ઞાન, સદા થાય પ્રકાશમાન,
			તમે સર્વે શક્તિધાર...અમૂર્તના૦ ૧
તારા આકારને લઈ સહુ સાકાર, તારા વિના નથી કોઈ આકાર;
તારે આકારે આકાર, થઈ મુક્તો કરે પ્યાર,
			તમે મૂળ છો આકાર...અમૂર્તના૦ ૨
તારી ઇચ્છાથી ઇચ્છા કરાય, તારા જ્ઞાનથી સહુ જ્ઞાન થાય;
તારી ક્રિયાથી નિદાન, થાય સર્વે ક્રિયાવાન,
			તમે મૂળ ક્રિયાધાર...અમૂર્તના૦ ૩
તમે મુક્તમાં મુક્ત તમોમાં, સદા રહ્યા છો એકબીજામાં;
જ્ઞાનજીવનતણું જ્ઞાન, તમે પોતે છો ભગવાન,
		મને આનંદ દેનાર...અમૂર્તના૦ ૪
 

મૂળ પદ

પાત્ર થાવું છે, મારે પાત્ર થાવું છે

મળતા રાગ

દાસ થાવું છે મારે દાસ થાવું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૩ પોષ સુદ-૧, શુક્રવાર તા.૩૦/૧૨/૨૦૧૬, કુંડળધામ, સવારે ૪:૪૦

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી