તમે કોટિ બ્રહ્માંડના રાજા, તમે પ્રગટ સુખના રાજા ૧/૧

 તમે કોટિ બ્રહ્માંડના રાજા, તમે પ્રગટ સુખના રાજા;
	નહિ ઉધારાની વાત, તમે મળિયા છો સાક્ષાત...તમે૦ ૧
તવ શક્તિઓ અપરંપાર, એનો કોઈ લહે નહિ પાર;
	ભલે મોટા હોય અપાર, તારો કોઈ ન પામે પાર...તમે૦ ૨
તમે સર્વનિયામક સ્વામી, અણુઅણુમાં અંતરજામી;
	એવું હોય જ નહિ જગે કોય, જેમાં તમારો વાસ ન હોય...તમે૦ ૩
તમે પાસે છતાંયે દૂર, તમે દૂર છો છતાં હજૂર;
	તમ જેવું સમરથ કોય, કોટિ બ્રહ્માંડમાં ના હોય...તમે૦ ૪
તમે જ્ઞાનજીવનના જીવન, સુખદાઈ છો મનરંજન,
	તમે જાલ્યો છે મારો હાથ, અહો ! કેવા દયાળુ છો નાથ...તમે૦ ૫ 
 

મૂળ પદ

તમે કોટિ બ્રહ્માંડના રાજા

મળતા રાગ

તમે કોટિ બ્રહ્માંડના રાજા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
તમે એક સાંભરો
Studio
Audio & Video
0
0