આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા, તારે ધરાવવું છે ધ્યાન તારું પિયુડા ૧/૧

આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા, તારે ધરાવવું છે ધ્યાન તારું પિયુડા,
	અમારું મન તારામાં, તારે રાખવું છે;
તારે આકારે મારું ચિત્ત કરવું છે, મારે આકારે હરિ તારે ફરવું છે,
	આત્મા મારો તુંજમાં, ડુબાડી દેવો જ છે...ટેક.
ઓ...મને ખેંચવો છે તુજમાં, તારે સદા રહેવું છે વાસ કરી મુજમાં;
મારું મનન તારે થાવા નથી દેવું, તારું ચિંતન તારે કરાવવું છે એવું;
	આશય એવો તારો આજ, જાણ્યો મેં તો વાલમા..આજ૦ ૧
ઓ...તારે રહેવું કર્તા મુજમાં, અકર્તા કરીને મને રાખવો છે તુજમાં;
હાંશીલા તારે હૈયે હોશ છે જો એવી, દેહબુદ્ધિ મારી નાશ કરી દેવી;
	આત્મબુદ્ધિ વાલીડા, કરાવવી છે તુજમાં...આજ૦ ૨
ઓ...જ્ઞાન તારો થઈને રહે, તારું જ્ઞાન-ભાન સદા સ્નેહે અનુભવે;
કરાવવું છે તારે જ્ઞાન પાસે આટલું, કરાવી દેવાનો તું રાજી થઈ આટલું;
	તારી ઇચ્છા ટાળે કોણ, તેથી છું આનંદમાં...આજ૦ ૩
 

મૂળ પદ

આજ તો જાણ્યું તારું તાન મેં વાલીડા

મળતા રાગ

પિયુ પિયુ કરું હું તો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી