લાલ રૂપાળા હોઠ રસાળા, જીવન મારા ચૂમવા દ્યો ૧/૧

લાલ રૂપાળા હોઠ રસાળા, જીવન મારા ચૂમવા દ્યો;
	મહા મનોહર મૂરતિ તારી, વાલમ મને ભેટવા દ્યો...ટેક.
ગાલે ચૂમું નેણે ચૂમું, અંખિયાં ચૂમું હે વાલીડા,
ચૈતન્યમૂર્તિ મહાસુખકારી, કેવા રૂપાળા છો પિયુડા;
	માથે મુગટ કાને કુંડળ, સોનેરી શણગાર ધરવા દ્યો...લાલ૦ ૧
સોળ વરસનું દિવ્ય સ્વરૂપ આ, રજવાડી વેશમાં રાજા છો,
અક્ષરધામના સ્વામી મળ્યા છો, તમે જ રાજાધિરાજા છો;
	લાલ ધોતી લાલ તારા, હાથ હૈયે મને ચાંપવા દ્યો...લાલ૦ ૨
ચરણ તમારાં છાતીએ આપો, રૂડાં રૂપાળાં ચૂમ્યા કરું,
આવા રૂપાળા પ્રિયવર ભેટી, હૈયા ઉપર ધાર્યા કરું;
	જ્ઞાનજીવનના તન-મન-આતમ, તમારા રૂપે રહેવા દ્યો...લાલ૦ ૩
 

મૂળ પદ

લાલ રૂપાળા હોઠ રસાળા, જીવન મારા ચૂમવા દ્યો

મળતા રાગ

સ્વામિનારાયણ સર્વોપરી છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0