તમે પહેર્યા વાઘા લીલા, કરો છો ન્યારી લીલા ૧/૧

તમે પહેર્યા વાઘા લીલા, કરો છો ન્યારી લીલા,
 		તારી લીલા જોઉં કે, તારા વાઘા જોઉં;
નથી છેટું હવે રહેવાતું, મારું મન થયું મદમાતું,
 		તને ગાલે ચૂમું કે, તને હોઠે ચૂમું...ટેક.
જોઈ કલગી તારી લાલ, તારા તોરાનો આ તાલ,
તારે ચાર છોગલિયા પ્યારા,
	હું તો મોહી ગઈ, તારે વશ થઈ,
	આવા સાંભરો છો નાથ મને એકધારા;
 		તારો ખેસ છે ગુલાબી, તારે જામે ચાળ લાંબી,
 		તારા તોડા જોઉં કે, તારી મોજડી જોઉં...તમે૦ ૧
તારે હાથે અભયચક્ર, એ તો પાપનાશક ચક્ર,
એણે અભય કર્યાં જન બહુને,
	હાથ જમણે હરિ, રહ્યા ગજરો ધરી,
	આપ્યો આનંદ એણે હરિભક્ત સહુને;
 		તારી ફૂમકાળી નાડી, હું તો જોઉં દાડી દાડી,
 		ગળે કંઠો જોઉં કે, કાંડે કડાં જોઉં...તમે૦ ૨
તારી છાતી છે વિશાળ, એમાં શોભે સોનામાળ,
શોભે કંદોરો કેડયે તારી,
	મુખ મલકે તારું, સુખ છલકે બારું,
	રાતાધોળા ગુલાબનો હાર ધારી;
 		કહે જ્ઞાનજીવન મારા, તમે સાચા સથવારા,
 		તારે સંગે રહું કે, તારે અંગે રહું...તમે૦ ૩
 

મૂળ પદ

તમે પહેર્યા વાઘા લીલા, કરો છો ન્યારી લીલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0