હે દિવ્ય દિવ્ય મૂર્તિ, તું સર્વે સુખને પૂર્તિ ૧/૧

 હે દિવ્ય દિવ્ય મૂર્તિ, તું સર્વે સુખને પૂર્તિ;
	મુજ આતમનો આધાર, તું કેવળ સુખાકાર...ટેક.
તું મહા મોટો આનંદ, ઓ સ્વામી સહજાનંદ;
	ઓ પ્રગટ પુરુષોત્તમ, મારું ટાળ્યું માયાતમ...૧
ઓ પ્રગટ મારા હરિ, નથી નોખા મુજથી જરી;
	તમે શરીરી જરૂર, હું તમારું શરીર...૨
હું પોતે અક્ષરબ્રહ્મ, મારો સ્વામી તું પરબ્રહ્મ;
	હું ધ્યાતા ને તું ધ્યેય, હો જો તારો જય જય...૩
હું સત્તામાત્ર આત્મા, તમે સ્વતંત્ર પરમાત્મા;
	હું કેવળ ચિદાકાશ, તમે સાકાર અવિનાશ...૪
તમે ‘જ્ઞાન’નું છો જ્ઞાન, રહી દાસ કરું ગુણગાન;
	મને મળ્યા છો ભગવાન, રાખો તુમાં ગુલતાન...૫ 
 

મૂળ પદ

હે દિવ્ય દિવ્ય મૂર્તિ, તું સર્વે સુખને પૂર્તિ

મળતા રાગ

હે દિવ્ય દિવ્ય મૂર્તિ, તું સર્વે સુખને પૂર્તિ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કરુણા તેરી
Studio
Audio
0
0