(ધૂન) શ્રીપુરુષોત્તમનારાયણ બોલ્યા સ્વામિનારાયણ નારાયણ ૧/૧

શ્રીપુરુષોત્તમનારાયણ બોલ્યા સ્વામિનારાયણ નારાયણ;
	અક્ષરધામ ને મુક્તો બોલે સ્વામિનારાયણ નારાયણ...ટેક.
મૂળપુરુષ મહાકાળ બોલે..સ્વા૦, મહામાયાદિ શક્તિ બોલે..સ્વા૦ ૧
પ્રધાનપુરુષ મહત્તત્ત્વ બોલે..સ્વા૦, વૈરાટનારાયણ સ્નેહે બોલે..સ્વા૦ ૨
રામકૃષ્ણાદિ અવતારો બોલે..સ્વા૦, રાધારમાદિ ભક્તો બોલે..સ્વા૦ ૩
વાસુદેવ આદિ ચતુર્વ્યુહ બોલે..સ્વા૦, કેશવાદિ ચોવીસ મૂર્તિ બોલે..સ્વા૦ ૪
ધામ ધામના ધામીઓ બોલે..સ્વા૦, સર્વે ધામના મુક્તો બોલે..સ્વા૦ ૫
દેવો અને ઈશ્વરો બોલે..સ્વા૦, શ્રીજીની સર્વે વિભૂતિઓ બોલે..સ્વા૦ ૬
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ બોલે..સ્વા૦, સાવિત્રી લક્ષ્મી ઉમા બોલે..સ્વા૦ ૭
ઇન્દ્ર સૂર્ય ને ચંદ્ર બોલે..સ્વા૦, અપ્સરાઓ ને વસુઓ બોલે..સ્વા૦ ૮
આકાશ ને ગ્રહમંડળ બોલે..સ્વા૦, પૃથ્વી જળ તેજ વાયુ બોલે..સ્વા૦ ૯
ઉત્તર કૌશલ દેશ બોલે, જય ઘનશ્યામ જય જય ઘનશ્યામ,
	છપૈયાવાસી સ્નેહે બોલે, જય હરિકૃષ્ણ જય હરિકૃષ્ણ...૧૦
ધર્મદેવ ને ભક્તિ બોલે, જય ઘનશ્યામ જય જય ઘનશ્યામ,
	સરવરિયાકુળ બ્રાહ્મણ બોલે, જય હરિકૃષ્ણ જય હરિકૃષ્ણ...૧૧
બાલપ્રભુના મિત્રો બોલે, જય ઘનશ્યામ જય જય ઘનશ્યામ,
	નારાયણ સરોવર બોલે, જય હરિકૃષ્ણ જય હરિકૃષ્ણ...૧૨
અવધ નગરના વાસી બોલે, જય ઘનશ્યામ જય જય ઘનશ્યામ,
	જતિઓ સતિઓ જોગી બોલે, જય હરિકૃષ્ણ જય હરિકૃષ્ણ...૧૩
વનમાં સિદ્ધ તપસ્વી બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ,
	ઝાડ પાન વનવેલી બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ...૧૪
કોયલ ચકલા મોર બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ,
	વનવગડાના પ્રાણી બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ...૧૫
નદીઓ ને મહાસાગર બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ,
	સ્થાવર જંગમ તીર્થો બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ...૧૬
ભારત દેશે ઋષિઓ બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ,
	પશ્ચિમ દેશ મુમુક્ષુ બોલે, જય નીલકંઠ જય જય નીલકંઠ...૧૭
લોજમાં વાવ ને આશ્રમ બોલે, સહજાનંદ જય સહજાનંદ,
	રામાનંદ ને સંતો બોલે, સહજાનંદ જય સહજાનંદ...૧૮
ફરેણીની સભામાં ભક્તો બોલે, સ્વામિનારાયણ નારાયણ,
	સોરઠના સત્સંગી બોલે, સ્વામિનારાયણ નારાયણ...૧૯
ગઢપુરવાસી સ્નેહે બોલે..સ્વા૦, ઘેલાના જળ ખળખળ બોલે..સ્વા૦ ૨૦
વડતાલવાસી વહાલે બોલે..સ્વા૦, શ્રીપુર ભાલ ને કચ્છી બોલે..સ્વા૦૨૧
ગુર્જરધરાના પ્રેમી બોલે..સ્વા૦, છયેધામના દેવો બોલે..સ્વા૦૨૨
મંદિર કેરી ઝાલર બોલે..સ્વા૦, નોબત ને નગારાં બોલે..સ્વા૦૨૩
પ૦૦ પરમહંસ સ્નેહે બોલે..સ્વા૦, આચાર્ય અને પાળા બોલે..સ્વા૦૨૪
માણકી આદિક મુક્તો બોલે..સ્વા૦, લાખો કરોડો ભક્તો બોલે..સ્વા૦૨૫
ચાર વર્ણ ચાર આશ્રમ બોલે..સ્વા૦, નવખંડ ધરતીમાં સર્વે બોલે..સ્વા૦૨૬
શિક્ષાપત્રી ને શાસ્ત્રો બોલે..સ્વા૦, વેદો અને પુરાણો બોલે..સ્વા૦૨૭
માનવના મન મનમાં ગુંજે..સ્વા૦, ભક્તોના ઘર ઘરમાં ગુંજે..સ્વા૦૨૮
જણ જણ ને કણ કણમાં ગુંજે..સ્વા૦, અનંતકોટિ બ્રહ્માંડે ગુંજે..સ્વા૦૨૯
જ્ઞાનજીવન અતિ સ્નેહે બોલે..સ્વા૦, આવે નહિ કોઈ શ્રીહરિ તોલે..સ્વા૦૩૦

 

 

મૂળ પદ

શ્રીપુરુષોત્તમનારાયણ બોલ્યા સ્વામિનારાયણ નારાયણ (ધૂન)

મળતા રાગ

શ્રીકૃષ્ણ: શરણં મમ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અમન લેખડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજી ચાલીસા
Studio
Audio
0
0