આજ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ બે, જુવો સુરતના આંગણે ઊજવાય છે ૧/૧

દોહા : 	ધન્ય ધન્ય આ મહોત્સવને, ધન્ય હરિકૃષ્ણ મહારાજ;
	ધન્ય ધન્ય નારાયણ મુનિ દેવને, સહુને સુખિયા કર્યા આજ-૧
	ધન્ય ધન્ય આચાર્ય મહારાજને, ધન્ય ધન્ય સંત સમાજ;
	ધન્ય ધન્ય વહાલા હરિભક્તોને, જેણે કર્યાં રૂડાં કાજ-૨

આજ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ બે,
જુવો સુરતના આંગણે ઊજવાય છે;
		નારાયણમુનિ દેવનો શતામૃત છે,
		એ તો સર્વે સંપ્રદાયનું અમૃત છે...ટેક.
આજ જોગી સ્વામી આવ્યા મહોત્સવમાં,
આવ્યા સર્વે સંતો-ભક્તો અતિ ઉમંગમાં;
	હરિ સાક્ષાત્ રહ્યા છે જાણો આવા સંતમાં...આજ૦ ૧
આવા સંત કેરાં દર્શન હરિ તુલ્ય છે,
આવા મહોત્સવનું આવા સંત મૂલ્ય છે;
	આવા સંત આવતાં હરિ પ્રગટ આવ્યા છે...આજ૦ ૨
વ્હાલા વ્હાલા જોગીડાને હેતથી વધાવો,
આવાં દર્શનનો આજ લઈલો સહુ લ્હાવો;
	મહોત્સવની સફળતા આ સંત દર્શન છે...આજ૦ ૩
ધન્ય ધન્ય મહોત્સવ ધન્ય ધન્ય દર્શન,
સાક્ષાત્ પધાર્યા માનો સર્વોપરી ભગવન;
	આજ કરે દર્શન એનો બેડો પાર છે...આજ૦ ૪
ફૂલડે વધાવો ‘જ્ઞાન’ જય જય ગાવો,
રાસ રમો નાચો આનંદ મનાવો;
	મહોત્સવમાં સંત ભેળા હરિ નાચે છે...આજ૦ ૫

 

 

મૂળ પદ

આજ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ બે, જુવો સુરતના આંગણે ઊજવાય છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૦૩/૦૫/૨૦૧૧, સુરત, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી