આ સેવા સુખકારી, ચંદનની પ્યારી પ્યારી ૧/૧

આ સેવા સુખકારી, ચંદનની પ્યારી પ્યારી;
	તમે ઝાલી મારા હાથ, આવી સેવા આપી નાથ...ટેક.
આવા ચંદનના શણગારે, જોઉં મૂર્તિ અતિ પ્યારે;
	ઉતારું દિલમાં મારે, સંભારું વારે વારે...આ સેવા૦ ૧
હરિ તારી મૂર્તિ ઉપર, કરું ચંદન લેપ સુંદર;
	એની ઉપર વાઘા સજું, એમ વાલા તમને ભજું...આ૦ ૨
ચંદનનો લેપ લગાવી, દઉં વાઘા રૂડા બનાવી;
	કરે દર્શન સહુ જન આવી, તે તો જાય અતિશે ફાવી...આ૦ ૩
આ ચંદનનો શણગાર, ઉતારે છે ભવપાર;
	‘જ્ઞાન’ દર્શન જે કરનાર, તેનો થાશે બેડો પાર...આ૦ ૪

 

 

મૂળ પદ

આ સેવા સુખકારી, ચંદનની પ્યારી પ્યારી

મળતા રાગ

હે સર્વોપરી ભૂપ, અમને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ વૈશાખ વદ-૨, બુધવાર તા.૦૨/૦૫/૨૦૧૮, વડોદરા, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી