હરિલીલાકલ્પતરુ, જય હરિલીલાકલ્પતરુ (હરિલીલાકલ્પતરુ ગ્રંથ આરતી) ૧/૧

હરિલીલાકલ્પતરુ, જય હરિલીલાકલ્પતરુ;
	અચિંત્યાનંદજીથી પ્રગટયા (૨) ગ્રંથરૂપ હરિ સમરુ-જય૦ ટેક.
દ્વાદશ સ્કંધ અધ્યાયો, છસો અને ચોત્રીશ પ્રભુ (૨)
	શ્ર્લોકો તેત્રીશ હજાર (૨) બસો ને એકત્રીશ...જય૦ ૧
શુકમુનિ અને માનસિંહનો, શોભે મહાસંવાદ પ્રભુ (૨)
	સર્વાવતારી શ્રીહરિ (૨) વર્ણવ્યા નિરવિવાદ...જય૦ ૨
સત્સંગમાં મહામૂલા, ગ્રંથરૂપ ગોવિંદા (તમે) (૨)
	તમને સેવતા સરવે (૨) થઈ જાય છે ફીદા...જય૦ ૩
વાંચે સુણે ભણે તમને, થાય છે તે તો મહાન પ્રભુ (૨)
	જેમ છે તેમ તે જાણે (૨) સર્વોપરીનું જ્ઞાન...જય૦ ૪

 

 

મૂળ પદ

હરિલીલાકલ્પતરુ ગ્રંથ આરતી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સમૂહગાન
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
આરતી સંગ્રહ
Studio
Audio
0
0