(શ્રીજી ચાલીસા) પરાત્પર પરબ્રહ્મ પ્રભુ, સ્વામિનારાયણ શ્યામ ૧/૧

પરાત્પર પરબ્રહ્મ પ્રભુ, સ્વામિનારાયણ શ્યામ;
	ભક્તજન મનભાવન હરિ, સમરથ છો સુખધામ...૧
ભક્ત સંકટહર હરિ, સુખ-શાંતિ દાતાર;
	અંતર્યામી સકલગામી, પ્રભુ ઉતારો પાર...૨
		ચોપાઈ
હે સહજાનંદ આનંદકંદ, મૂર્તિ મનોહર છો જગવંદ...૧
	કરગરું પકડી તમારા પાય, કરજો ભક્તજનોને સહાય...૨
શ્રીજી ચાલીસા આ સુખકારી, ગાઉં છું મૂર્તિ હૈયે ધારી...૩
	જે કોઈ ભાવે ગાવે જન, તેનાં હરજો સર્વે વિઘન...૪
સર્વોપરી છો શ્રીજી આપ, સર્વોપરી તમારો પ્રતાપ...૫
	વહારે આવો છો તમે ઝટ, ટાળો છો સરવે સંકટ...૬
મુજને છે વિશ્વાસ અતિ, રક્ષા કરજો અકળગતિ...૭
	આગે તમે બચાવ્યા બૌ, પરચા સુણ્યા છે મેં સૌ...૮
ટાળો છો સરવેનાં દુ:ખ, આપો છો તમે સદ્ય સુખ...૯
	ભીડ પડે છે જનને કાંય, તરત કરો છો તમે સહાય...૧૦
રાખી ભરોસો કરે ભજન, તેનું કરો છો સદા જતન...૧૧
	દાદાખાચર પાળ્યા આપ, જોબનપગીનાં ટાળ્યાં પાપ...૧૨
સ્નેહીના નિભાવ્યા સ્નેહ, માગ્યું જે જે આપ્યું તેહ...૧૩
	વહારે ચડિયા વારંવાર, મહા દયાળુ ભક્તિકુમાર...૧૪
વાંકાનેર તણો જીવરામ, મધ્યદરિયે બચાવ્યો શ્યામ...૧૫
	જેતલપુરની વેશ્યા નાર, પળમાં તેનો કર્યો ઉદ્ધાર...૧૬
અવતારોના છો અવતારી, પ્રગટ સદા છો ભવભયહારી...૧૭
	આલોકે પરલોકે નાથ, ભક્તજનોને આપો સાથ...૧૮
જ્યારે કોપ્યા પિતા એભલ, મોટીબાને વસમી પળ...૧૯
	દૂધ કટોરો પીધો આપ, ટાળી દીધા સર્વે તાપ...૨૦
સેવક એક લાલજી સુતાર, રણમાં તૃષા લાગી અપાર...૨૧
	દુ:ખી દીઠો દાસ અમાપ, મીઠો કીધો સાગર આપ...૨૨
મોટા સ્વામી અખંડાનંદ, વિચરે સત્સંગમાં જગવંદ...૨૩
	વાઘ મળ્યા વનમાં વિકરાળ, તેથી બચાવ્યા તરત દયાળ...૨૪
મુક્તાનંદને વન મોઝાર, આડી આવી નદી અપાર...૨૫
	વિપ્ર વેશે આવી તે’વાર, પળમાં દીધા ઉતારી પાર...૨૬
કરિયાં છે વહેવારી કામ, દાદાખાચરનાં તમામ...૨૭
	અતિ દયાળુ છો ઘનશ્યામ, કરજો સ્નેહે અમારાં કામ...૨૮
મનની મૂંઝવણ તનના રોગ, અતિ નઠારો છે ભવરોગ...૨૯
	એથી ઉગારી લેજો નાથ, પ્રેમે ઝાલી અમારો હાથ...૩૦
સ્વામિનારાયણ છો સુખરાશિ, છીએ તમારાં દાસ-દાસી...૩૧
	કોને કહીએ જઈએ ક્યાં, બધું જ માગીએ તમારે ત્યાં...૩૨
આપો છો સંસારી સુખ, ટાળો છો વહેવારી દુ:ખ...૩૩
	અંતે પમાડો અક્ષરધામ, રક્ષા કરો છો આઠો જામ...૩૪
ધામના ધામી પૂરણકામ, નામના નામી છો સુખધામ...૩૫
	સમરથ છો રાજાધિરાજ, પ્રગટ અમારા છો મહારાજ...૩૬
તમેજ છો મારે આધાર, કરજો દુ:ખનો દરિયો પાર...૩૭
	મળજો મુજને પ્યારા નાથ, રહેજો સ્નેહે સદા સંગાથ...૩૮
નિષ્કામી સકામી હોય, શ્રીજી ચાલીસા ગાવે કોય...૩૯
	જ્ઞાનજીવન કહે જોડી હાથ, રક્ષા કરજો તેની નાથ...૪૦
			દોહરા
		સુખકર ને દુ:ખહર છો, પ્યારા સહજાનંદ;
		જ્ઞાનકર અજ્ઞાનહર, આપો સદા આનંદ.
			શ્રીહરિ સહજાનંદકી જય
			ધરમસુત ઘનશ્યામકી જય
			બોલો રે ભાઈ હરિકૃષ્ણકી જય
			।। ઇતિ શ્રીજી ચાલીસા સંપૂર્ણ ।।
 

મૂળ પદ

શ્રીજી ચાલીસા

મળતા રાગ

હનુમાન ચાલીસા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
રવિન નાયક
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજી ચાલીસા
Studio
Audio & Video
0
0