દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી ૧/૧

 દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી;
માફ કરી ગુન્હા મારા, આવો અંતરયામી;
	અતિશે છો વાલા, પ્યારા ધર્મલાલા;
	તમારા વિનાનું હવે, નથી ગમતું સ્વામી...ટેક.
મૂર્તિ તારી પ્યારી પ્યારી, વિસરે ના વિસારી;
દિવ્ય છે અલૌકિક તારી, મૂર્તિ જગ ન્યારી (૨);
	ગાવું મહિમા તારો, પકડ હાથ મારો;
	તારા વિના મારું હવે, કોઈ નથી સ્વામી...દર્શન૦ ૧
આત્મા મારો આપું તને, તારામાં ડૂબાડ મને;
સુખ તારું ગમે મને, રૂપ તારું ગમે મને (૨);
	સુખડું ચખાડો, તમને પમાડો;
	નથી રે’વું તુજ વિના, હવે મારે સ્વામી...દર્શન૦ ૨
દેહથી થઈને ન્યારા, ડૂબવું છે તુંમાં પ્યારા;
જ્ઞાનજીવન કહે મારા, સુખ સાચું દેનારા (૨);
	સર્વોપરી હરિ, જાવું તુંમાં ઠરી;
	તારા સુખ વિના બીજું, નથી જો’તું સ્વામી...દર્શન૦ ૩ 
 

મૂળ પદ

દર્શન દ્યોને સ્વામી, આવો ભેટો સ્વામી

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
મનોજ મિશ્રા
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કરુણા તેરી
Studio
Audio
0
0