હે સર્વોપરી ભૂપ, અમને કરો તદ્‌રૂપ ૧/૧

 હે સર્વોપરી ભૂપ, અમને કરો તદ્રૂપ;
	વાલા પ્યારું તારું રૂપ, અમને આપો એ સ્વરૂપ...ટેક.
છે દિવ્ય તારો આકાર, એ જ અમારો આધાર;
	એમાં રહો સદા પ્યાર, વાલા તમે સુખાકાર (૨)...હે૦ ૧
પ્રભુ પ્રકાશો તમે એક, અમે તુંમાં રહીએ પેક;
	એવી નિભાવો અમ ટેક, અમે કહીએ છીએ નેક (૨)...હે૦ ૨
તમે છોડાવો જડ સુખ, આપો દિવ્ય તમારું સુખ;
	રાખો મૂર્તિની સનમુખ, તો જાયે મારાં દુ:ખ (૨)...હે૦ ૩
કહે ‘જ્ઞાન’ જોડી હાથ, આજ સાંભળો મારા નાથ;
	રાખો તમારી સંગાથ, એવી કૃપા કરો નાથ (૨)...હે૦ ૪ 
 

મૂળ પદ

હે સર્વોપરી ભૂપ, અમને કરો તદ્‌રૂપ

મળતા રાગ

હે સર્વોપરી ભૂપ, અમને કરો તદ્રૂપ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કરુણા તેરી
Studio
Audio & Video
0
0