આજ પ્રભાતે પગે પડીને, પ્રભુજી હું કરગરું રે ૧/૪

આજ પ્રભાતે પગે પડીને, પ્રભુજી હું કરગરું રે;
	નાથ તમે મને સાથ આપો, આજ્ઞા લોપ ન કરું રે...આજ૦ ૧
આજ્ઞા તમારી મૂડી મારી, સદાયે ચિત્તે સંઘરું રે;
	તમારી મરજી જાણીને વાલા, તેને જ હું અનુસરું રે...આજ૦ ૨
તમારી આજ્ઞા પાળવી પ્રભુજી, એજ છે સુખ ખરું રે;
	બીજું સર્વે પડયું મૂકીને, આજ્ઞાને અનુસરું રે...આજ૦ ૩
લોપી આજ્ઞા તમારી નાથજી, પછી ક્યાંથી ઉગરુ રે;
	તમને રાજી રાખવા વાલા, મરજીમાં મથી મરું રે...આજ૦ ૪
જાણે નહિ તે તો જેમતેમ વર્તે, તેનો ઉત્તાપ શું કરું રે,
	જ્ઞાનજીવનને જણાવ્યું આપે, માટે હવે નહિ ફરું રે...આજ૦ ૫
 

મૂળ પદ

આજ પ્રભાતે પગે પડીને, પ્રભુજી હું કરગરું રે

મળતા રાગ

પ્રાત: થયું મનમોહન પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી