અરે અરે મનવા તું મારું માન; નકટા લાજ વિનાના તું ૨/૪

અરે અરે મનવા તું મારું માન;
	નકટા લાજ વિનાના તું, આડોઅવળો ડોલ મા રે લોલ...અરે૦ ૧
રહે રહે મોહી તું મૂરતિ માંય;
	સુખદાયી હરિ મૂકી, વિષય ગટર ખોલ મા રે લોલ...અરે૦ ૨
નથી નથી વિષય માંહી સુખ;
	સાચું સુખ મૂકીને તું, ઊંધે મારગ દોડ મા રે લોલ...અરે૦ ૩
વળ વળ વિષયથી પાછો વળ;
	આજ્ઞા લોપી વિષયરૂપી, કુવળને તું તોળ મા રે લોલ...અરે૦ ૪
અહો અહો કેવો આનંદ હરિમાંય;
	એવો આનંદ મૂકી ‘જ્ઞાન’, બીજે મન જોડ મા રે લોલ...અરે૦ ૫
 

મૂળ પદ

પામે પામે વચન લોપતલ દુ:ખ; સુખ નહિ થાય તેને

મળતા રાગ

આવ્યા આવ્યા બાલાજોગી લોજની વાવ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી