અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ ૧/૧

અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ;
 	થોડીવાર ઊભા રહો, કહીએ જોડી હાથ...૧
અમારી ભૂલોને વાલા, માફ કરતા જાજો;
 	ફરીવાર દર્શન દેવા, વે’લા વે’લા આવજો...૨
થયાં છીએ અમે કેવળ, વાલમજી તમારાં;
 	હૃદયમાં તો સદા તમને, સાચવીશું પ્યારા...૩
પ્રગટ દર્શન વિના અમને, ગમશે નહિ ક્યાંય;
	 તમારા વિનાનું જીવન, કેમ રે જીવાય...૪
કથા-કીર્તન ‘જ્ઞાન’ તમારું, ભૂલશું નહિ અમે;
 	દયા કરી જીવન અમને, ભૂલશો નહિ તમે...૫
 

મૂળ પદ

અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી