વાલા તમે ને હું તો, સાથે સાથે રહેશું ૧/૧

વાલા તમે ને હું તો, સાથે સાથે રહેશું;
	તારો આકાર મારો, આત્મા એક કરીશું...ટેક.
આનંદ આનંદ મારે, હશો સહજાનંદ;
	તમારો અનુભવ, હશે મારો આનંદ...વાલા૦ ૧
હશે જ્ઞાન પ્રલય, તમે જ બિરાજશો;
	અખંડ અનુભવમાં, તમે જ એક રાજશો...વાલા૦ ૨
મૂર્તિ આનંદઘન, ફરતું તારું તેજ હશે;
	તું જ મારો આકાર, તું જ મારું સુખ હશે...વાલા૦ ૩
એવું થઈ જાય તો તો, કેવું સારું હોય;
	રાજી થઈ કરી આપો, જલ્દી વાલા મોય...વાલા૦ ૪
બીજો કોઈ મને હરિ, અનુભવ નહિ હોય;
	જ્ઞાનજીવન મીન અને, પિયુ તમે તોય...વાલા૦ પ
 

મૂળ પદ

વાલા તમે ને હું તો, સાથે સાથે રહેશું

મળતા રાગ

આવો રાજીવ લોચન રંગ રસિયા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જય ગઢવી
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
ખુમારી
Studio
Audio & Video
0
0