નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ ૧/૧

નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ;
			એવી મારી આશ પૂરો...ટેક.
વાલા મને રાખજો એમ તમે ખાસ,
		રહું હું તો દાસનો થઈને દાસ...એવી૦ ૧
રહે કોઈ દાસનો થઈને દાસ,
		તેની સંગે રાચો છો તમે ખાસ...એવી૦ ૨
નથી કોઈ દાસના દાસને વિઘન,
		એની માથે રાજી રહો છો ભગવંત...એવી૦ ૩
રહે મારા ઉપરી તમારા દાસ,
		એવી મારે હૈયે છે હરિ આશ...એવી૦ ૪
જ્ઞાનજીવન ઉપસે નહિ જરાય,
		રાજી રહે દાસમાં સદા સમાય...એવી૦ ૫

 

 

મૂળ પદ

નથી મારે થાવું તમારા દાસ, રહેવું મારે તમારા દાસના દાસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વિનંતી
Studio
Audio
0
0