અહોહો અપરંપાર કૃપા કરી, અહોહો અપરંપાર ૪/૧૦

અહોહો અપરંપાર કૃપા કરી,
		અહોહો અપરંપાર...ટેક.
રૂડા રૂપાળા તમે કોલ મને આપિયા,
ટાંણે ટાંણે રે મારાં સંકટ કાપિયાં,
		બચાવ્યો મુજને અપાર...કૃપા કરી૦ ૧
જે કાંઈ રૂડા ગુણો હુંમાં છે શ્યામળા,
તે છે તમારા તમે આપ્યા છે પાતળા,
		હું તો છું તારે આધાર...કૃપા કરી૦ ૨
આંસું અમારા હરિ જોઈ નથી શકતા,
દુ:ખ પડે તો તમે ક્યાંય નથી ટકતા,
		આવો છો સદ્ય કરી પ્યાર...કૃપા કરી૦ ૩
જ્ઞાનજીવનને વ્હાલા રાખો છો હાથમાં,
પ્રેમે કરીને પ્રભુ રહો છો સાથમાં,
		છે મારાં ભાગ્ય અપાર...કૃપા કરી૦ ૪

 

 

મૂળ પદ

આવોને શ્રીજી મહારાજ મારે ઘેરે, આવોને શ્રીજી મહારાજ

મળતા રાગ

ભીમપલાસી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી