આજ દ્વિશતાબ્દિ મહોત્સવ ભલે આવ્યો રે ૧/૧

આજ દ્વિશતાબ્દિ મહોત્સવ ભલે આવ્યો રે,
	ભલે આવ્યો રે મારે હૈડે ભાવ્યો રે...આજ૦ ટેક.
ગાદીએ બેઠા છે આજ શ્રીજી સુખકારી,
નાચે છે નાનાં મોટાં સર્વે નરનારી,
	સહુના હૈયે હેતનો હિલોળો આવ્યો રે...આજ૦ ૧
લોક લાજ ભૂલી ગયા થયા ગાંડાતુર,
શ્રીહરિની મૂર્તિ સહુ સંભારે છે ઉર,
	હરિ નહિ ભૂલું એવો રંગ આવ્યો રે...આજ૦ ૨
અબિલ ગુલાલ ઉડે ધૂપ દીપ થાય છે,
નાચી કુદીને આજ સર્વે જન ગાય છે,
	મૂર્તિનો મહામોંઘો રસ આવ્યો રે...આજ૦ ૩
જ્ઞાનજીવન કહે આજ નાચો ને કૂદો,
કુંડળની ધરતી આજ કૂદીને ખૂંદો,
	ધર્મ પાળી પળાવીને રંગ રાખ્યો રે...આજ૦ ૪

 

 

મૂળ પદ

આજ દ્વિશતાબ્દિ મહોત્સવ ભલે આવ્યો રે

મળતા રાગ

આજ શ્રીહરિને સંતો રાસ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી