આજ બસો વર્ષોનાં વાણાં, સ્વામિનારાયણ પ્રગટયો મંત્રરાજ રે ૧/૧

આજ બસો વર્ષોનાં વાણાં વાય ગયાં,
	સ્વામિનારાયણ પ્રગટયો મંત્રરાજ રે, ફણેણી ગામે;
 			પ્રગટાવ્યો પોતે મારા વાલમે.
આજ ઉત્સવ દ્વિશતાબ્દિનો થાય છે,
આજ મંત્ર મહોત્સવ ઉજવાય છે;
 	નાના મોટા નાચે કૂદે આજ રે, શ્રી કુંડળધામે;
 			ઉત્સવ અનેરો ઉજવાય છે...ટેક.
આ મંત્રથી બેઠાં થાય મડદાં, આ મંત્રથી શત્રુ ખાય હડદા;
     એવો છે આ પ્રતાપી મંત્રરાજ રે ફણેણી ગામે...ઉત્સવ૦ ૧
આ મંત્રથી મૂળમાયા ભાગશે, આ મંત્રથી ભક્તિ જ્ઞાન જાગશે,
     સર્વોપરી રીઝયા મહારાજ રે; શ્રી કુંડળધામે...ઉત્સવ૦ ૨
આ મંત્ર ગાજે છે શહેરગામમાં, આ મંત્ર બ્રહ્માંડો ને ધામમાં;
     સૌ જપે છે સ્વામિનારાયણ આજ રે; ફણેણી ગામે...ઉત્સવ૦ ૩
આ મંત્રથી સમાધિઓ થાય છે, આ મંત્રથી મોક્ષ ઝટ થાય છે;
     આપે સર્વ સુખનો સમાજ રે; શ્રી કુંડળધામે...ઉત્સવ૦ ૪
આ મંત્રથી ભૂત ભાગી જાય છે, આ મંત્રથી રાગ-દ્વેષ જાય છે;
     ઉતરે કાળા નાગનું ઝેર આજ રે; ફણેણી ગામે...ઉત્સવ૦ ૫
આ મંત્રથી કરોને ઉપાસના, આ મંત્રથી ટળે બધી વાસના;
     ઝટ મળે છે મોંઘા મહારાજ રે; શ્રી કુંડળધામે...ઉત્સવ૦ ૬
આ મંત્ર જપોને તેલધાર જેમ, આ મંત્ર જપ્યો જેણે જેણે એમ;
     જ્ઞાનજીવન તે પામ્યા સુખરાજ રે; ફણેણી ગામે...ઉત્સવ૦ ૭
 

મૂળ પદ

આજ બસો વર્ષોનાં વાણાં, સ્વામિનારાયણ પ્રગટયો મંત્રરાજ રે

મળતા રાગ

આજ સો સો વર્ષોનાં વાણાં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી