હૈયામાં હેતે કરી રાખું હરિકૃષ્ણજી, હૈયામાં હેતે કરી રાખું ૧/૪

 હૈયામાં હેતે કરી રાખું હરિકૃષ્ણજી, હૈયામાં હેતે કરી રાખું...ટેક.
પ્યારા પ્રીતમજી મારે પ્રેમ થયો તુજથી;
છેટે ન જાશો વ્હાલા રીસાઈ મુજથી;
	હાં રે જેમ કહો તેમ કરું હેત લાવી...હરિકૃષ્ણજી૦ ૧
હૈયાની વાતો વ્હાલા હેતથી કહેજો;
જાણી પોતાની વ્હાલા પ્રસન્ન રહેજો;
	હાં રે તમો સ્વામી છો મારા સુખદાયી...હરિકૃષ્ણજી૦ ૨
પ્યારા પ્રભુજી મારા પ્રેમથી જમાડું;
હૈયાના હેતે હરિ રંગમાં રમાડું;
	હાં રે તમે જેમ રાજી રહો તેમ રહું...હરિકૃષ્ણજી૦ ૩
જ્ઞાનજીવનના તમે પ્યારા પાતળિયા;
સંતો-ભક્તોના વ્હાલા શ્રીજી શામળિયા;
	હાં રે સહજાનંદ સુખ સાગરિયા...હરિકૃષ્ણજી૦ ૪ 
 

મૂળ પદ

હૈયામાં હેતે કરી રાખું હરિકૃષ્ણજી, હૈયામાં હેતે કરી રાખું

મળતા રાગ

મને પ્યારી લાગે મૂરતિ તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
વડતાલવાસી હરિકૃષ્ણ
Studio
Audio & Video
0
0