લીલુડી લિંબડીની શીતળ છાયામાં, શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે ૧/૧

લીલુડી લિંબડીની શીતળ છાયામાં,
	શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે,
સંતોની સભા સ્નેહે જુએ છે,
	મૂર્તિનું મહાસુખ લેવા જીરે...ટેક.
પ્રેમસખી પ્રેમે કીર્તન ગાય છે,
પ્રીતમ પ્રાણમાં અતિ લોભાય છે,
	દોડી પ્રભુને બકી લેવા જીરે...લીલુડી૦ ૧
મૂર્તિ રૂપાળી છે અતિ હેતાળી,
ભેટીને થઈ ગઈ સખી સુખાળી,
	લેવાને સુખ પડયા હેવા જીરે...લીલુડી૦ ૨
જ્ઞાનજીવન કહે મારે નથી રહેવાતું,
મૂર્તિમાં મન મારું જાય છે ખેંચાતું,
	લંબાઓ હાથ બાથ લેવા જીરે...લીલુડી૦ ૩

 

 

મૂળ પદ

લીલુડી લિંબડીની શીતળ છાયામાં, શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે

મળતા રાગ

હતી મારા વ્હાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વાલા
Studio
Audio
0
0