ઘડિયાળ ધીમી ધીમી હાલ, કરવું મારે વાલમજીશું વ્હાલ ૧/૧

 ઘડિયાળ ધીમી ધીમી હાલ, કરવું મારે વાલમજીશું વ્હાલ;
	આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું...ટેક.
અહો મારા વ્હાલાનાં દર્શન, એમાં મારું ફસાઈ ગયું છે મન...આજ૦ ૧
ભીડી મેં તો પિયુજીને બાથ, કોઈ કાળે મેલું નહિ નાથ...આજ૦ ૨
લીધી મને વ્હાલે મૂર્તિમાંય, સુખ મારે હૈયે ના સમાય...આજ૦ ૩
	રોમ રોમ સ્પર્શી પિયુની કાય, રહી હું તો પાતળિયામાં સમાય...આજ૦ ૪
જ્ઞાનજીવન જાણું નહિ હું કાંય, રખે આવું સુખ ચાલ્યું જાય...આજ૦ ૫ 
 

મૂળ પદ

ઘડિયાળ ધીમી ધીમી હાલ, કરવું મારે વાલમજીશું વ્હાલ

મળતા રાગ

ઘડિયાળ ધીમી ધીમી હાલ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ઉત્તમ લગ્નગીત
Studio
Audio & Video
1
0