અષ્ટકોણ ધારે આશ્રિત નિર્મળ રે, આપુ એને અષ્ટાંગયોગનું ફળ રે ૮/૧૬

અષ્ટકોણ ધારે આશ્રિત નિર્મળ રે,
	આપુ એને અષ્ટાંગયોગનું ફળ રે...૧
ભેદી એને માયિક અષ્ટાવરણ રે,
	આપી ધામ સુધારું એનું મરણ રે...૨
વળી એને અષ્ટ સિદ્ધિથી બચાવું રે,
	ખાંતે હું તો અંતે એને લેવા આવું રે...૩
આપી અષ્ટ મહાગુણો આપું ધામ રે,
	ટાળું એના જન્માદિ દુ:ખ તમામ રે...૪
અષ્ટકોણ ધ્યાને ધારો જ્ઞાનસ્વામી રે,
	ટળી જાશે સર્વેર્ અંતરની ખામી રે...૫

 

 

મૂળ પદ

બોલ્યા પ્રભુ સહજાનંદ સાક્ષાત રે, સુણો સર્વે મુજ દાસ મુજ વાત રે

મળતા રાગ

સર્વે સખી જીવન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી