મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી, મૂર્તિ પ્યારી લાગે ૧/૧

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી, મૂર્તિ પ્યારી લાગે,
	જોઈ શ્રીજી સુંદર રૂપ મનોહર, દુ:ખડાં મારાં ભાગે...ટેક.
પીળા પહેર્યા પ્યારા વાઘા, શોભે સોના જેવા,
	પીળો સાફો રૂડો મજાનો, છોગલિયે ભાવ જાગે...મારા૦ ૧
મોતીએ મઢેલ કલગી સોનાની, પીંછી લાલ ને ધોળી,
	મોતીડાં કેરો તોરો લટકે, ફૂમકું વાલું લાગે...મારા૦ ૨
પ્યારું પ્યારું મુખડું લાગે, લેવા ચુંબી ચિત્ત લલચાયે,
	જામાની લટકે ચાળ સોનેરી, સુરવાળ પીળો શોભે...મારા૦ ૩
રૂડી જાંબલી ભેટ બાંધી છે, ગુલાબી ધાર્યો ખેસ,
	કંઠો રૂડો જડિયેલ હીરે, મુજને પ્યારો લાગે...મારા૦ ૪
શોભે સારો હાર સોનાનો, ગુલાબનો ચિત્ત ચોરે,
	હાથે ગજરો ધાર્યો હરિ, તેને જોઉં હું વ્હાલે...મારા૦ ૫
ચરણે ઝાંઝર શોભે વાલા, આંગળીએ વેઢ વીંટી,
	મૂર્તિ પ્યારી હૈયે ધારી, જ્ઞાનજીવન બલિહારી...મારા૦ ૬

 

 

મૂળ પદ

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ તમારી, મૂર્તિ પ્યારી લાગે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મારા પ્રાણ પ્રીતમ
Studio
Audio
0
0