સુખકારી છે, આનંદકારી છે, ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે ૧/૧

સુખકારી છે, આનંદકારી છે,
	ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે...ટેક.
મૂર્તિ તણા સદા ગુણ ગાતી, હૈયે ધારીને રહું છું ફુલાતી,
	હરિ ધારી હૈયામાંય, ફરું અતિ હરખાય,
		મને અતિ પ્યારી છે...સુખ૦ ૧
તારું રૂપાળું મુખ મને પ્યારું, સદા સ્નેહે શ્રીહરિ સંભારું,
	મને વાલી તારી મૂર્તિ, નહિ મેલું મારા ઉરથી,
		મેં તો હૈયે ધારી છે...સુખ૦ ૨
જ્ઞાનજીવનને સુખ બહુ દીધું, મારું મનગમતું વ્હાલા સર્વે કીધુ,
	આપ્યા એવા આશીર્વાદ, તમો આવો સદા યાદ,
		આ તો વાત ન્યારી છે...સુખ૦ ૩
 

મૂળ પદ

સુખકારી છે, આનંદકારી છે, ઓ સ્વામી સહજાનંદ, તારી મૂર્તિ ન્યારી છે

મળતા રાગ

વડતાલ જાઉં કે અમદાવાદ જાઉં

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
ફિલ્મી ઢાળ
મંગલ મૂર્તિ
Studio
Audio
0
0