અહો અહો કેવા શોભો છો વનમાળી, મંદ મંદ હસી તમોએ હદ વાળી ૨/૨

અહો અહો કેવા શોભો છો વનમાળી,
	મંદ મંદ હસી તમોએ હદ વાળી...અહો૦ ટેક.
લાલ લાલ પ્યારા રૂપાળા તારા ગાલ,
	આંખડલી અણિયાળી...અહો૦ ૧
સુંદર ધ્વનિ મુખથી કહી નથી જાતી,
	આવે છે સુખડું ભાળી...અહો૦ ૨
કૃપા કરી મળ્યા છો સર્વના કારણ,
	મૂર્તિ રૂડી મરમાળી...અહો૦ ૩
જ્ઞાનજીવન હૃદય અતિ રાજી રાજી,
	રહું તમને નિહાળી...અહો૦ ૪

 

 

મૂળ પદ

સામે ઉભા વ્હાલો સહજાનંદ સ્વામી, સર્વોપરી શ્રીજી પ્રકટ અંતરયામી ૧/૨

મળતા રાગ

પિયા મેરા પ્યારા મોહન

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી