આજ આવ્યો અવસર અણમૂલો, ના ભૂલો ઘડી ભગવાન રે ૨/૪

આજ આવ્યો અવસર અણમૂલો,
     ના ભૂલો ઘડી ભગવાન રે, સહુ સ્મૃતિ રાખો શ્યામની...૧
સ્મૃતિ માટે સાચી ભક્તિ કરો,
 		રાખો ધર્મ વૈરાગ્ય જ્ઞાન રે...સહુ સ્મૃતિ૦ ૨
હરિ સ્મૃતિ સાચું સુખ છે,
 		વિસ્મૃતિ છે મોટું દુ:ખ રે...સહુ સ્મૃતિ૦ ૩
થાવું જાણી જાણી વિષયવિમુખ,
 		તો મન રહે હરિ સન્મુખ રે...સહુ સ્મૃતિ૦ ૪
જાણો મૂર્તિ સુખનું ધામ છે,
 		પંચવિષય દુ:ખનું દર રે...સહુ સ્મૃતિ૦ ૫
કરી સાચા સંતનો આશરો,
 		કરો જબરો અખંડ આદર રે...સહુ સ્મૃતિ૦ ૬
નર તનનું તો એ ફળ છે,
 		તજી ભોગ ભજો ભગવાન રે...સહુ સ્મૃતિ૦ ૭
વારે વારે નર તન મળે નહીં,
 		થઈ જ્ઞાનજીવન સાવધાન રે...સહુ સ્મૃતિ૦ ૮

 

 

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે, બીજા દાતા સાચા સંત રે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી