તારી મૂર્તિ સર્વેનું કારણ છે, એતો મહાસુખનો મહેરામણ છો ૩/૪

તારી મૂર્તિ સર્વેનું કારણ છે,
એતો મહાસુખનો મહેરામણ છો;
 	એ મહાસુખ જેને ચખાડયું છે,
 	એ મુક્તો મૂર્તિ પરાયણ છે...તારી૦ ૧
મળો તમે તો પછી કદિ ટળતા નથી,
કદિ સુખ માયાના ટકતા નથી;
 	મૂકી તમને સુખિયા થાવાનું,
 	એ તો કેવળ ખોટી મથામણ છે...તારી૦ ૨
તમે રહ્યાં છો અંદર બહાર સદા,
અલૌકિક મૂર્તિ મુક્તિદા;
 	તમે એક જ કર્તા હર્તા છો,
 	બીજા માને તે ખોટું લઢણ છે...તારી૦ ૩
તમે સર્વોપરી સુખદાતા છો,
તમે મોક્ષ તણા માંધાતા છો;
 	કહે જ્ઞાનજીવન હું કહું છું સદા,
 	સર્વોપરી સ્વામિનારાયણ છે...તારી૦ ૪

 

 

મૂળ પદ

તારી મૂર્તિ જોઉં છું જ્યારે હરિ, મારી છાતિ સ્નેહે જાય ઠરી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
રહેજો આનંદમાં
Studio
Audio
0
0