આજ ઉત્સવ આનંદ, પધારોને સહજાનંદ (રાસના છંદ-દોહરા)

આજ દિન સોહામણો, અને હૈયાં હરખ્યાં અપાર;
 રાસ લેવા સંતો ઊમટયા, હૈયે ધરી ધર્મકુમાર.
	છંદ (ખેમટા)
આજ ઉત્સવ આનંદ, પધારોને સહજાનંદ,
વાટ જુવે છે સંત, પ્રેમ ઊપજ્યો અત્યંત;
	આવો ધર્મના બાળ, મા ભક્તિના લાલ,
	શ્રીજી લેવાને રાસ, લાવો નંદ સંતો સાથ;
તમે સર્વોપરી નાથ, રાસ રમો અમ સાથ,
અમ હૈયે બહુ આશ, લેવા આપ સંગ રાસ;
	ધરી અલૌકિક રૂપ, તમે સર્વેના છો ભૂપ,
	જાણી આપના જ દાસ, આવો ઝટ લેવા રાસ...૩
 

મૂળ પદ

આજ ઉત્સવ આનંદ, પધારોને સહજાનંદ

મળતા રાગ

છંદ-દોહરા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી