સંતને નિરખ્યા આવતા, ઘોડી દોડાવી શ્રીઘનશ્યામ ૧/૧

સંતને નિરખ્યા આવતા, ઘોડી દોડાવી શ્રીઘનશ્યામ;
	હેઠા ઊતરી હરિએ કર્યા, પછી સંતને દંડપ્રણામ...૧
સંતોએ પણ બહુ દંડવત, કર્યા વાલમને તેહવાર;
	ભુજા ભીડીને ભેટિયા, શ્રીજી સૌ સંતને તેહ ઠાર...૨
વાલમજીનાં વસ્ત્રને, રજ વળગી જોઈ વિશેષ;
	સંત કહે કર જોડિને, સુણો શ્રીહરિ પરમ પરેશ...૩
કેમ કર્યા તમે દંડવત, આપ કોટી જગતકરતાર;
	અમે તો કિંકર આપના, હરિ હુકમ શિર ધરનાર...૪
કહે હરિ તપસ્વી તમે, ધરી કઠણ નિયમ વિશેષ;
	નિશ્ચે કરાવો છો મુજતણો, દેશદેશમાં દઈ ઉપદેશ...૫
જોગી છો નમવા જોગ્ય છો, સર્વ વાતે છો સંત સુપાત્ર;
	પ્રાણ થકી પ્રિય છો મને, તો આ શરીર તે શા માત્ર...૬
મેં કર્યા સંતને દંડવત, તેથી રજે ભરાયાં વસ્ત્ર;
	તેની ફીકર નથી રાખતો, સંત ઉપર વારું સહસ્ત્રા...૭
 
 

મૂળ પદ

સંતને નિરખ્યા આવતા, ઘોડી દોડાવી શ્રીઘનશ્યામ

મળતા રાગ

પૂર્વછાયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા
કુંડળના કીર્તનો-૨
Studio
Audio
1
0