હે હરિકૃષ્ણ વહાલા હે મારા આનંદ હો, અંતરનો પ્રેમ આપ્યો ૧/૧

હે હરિકૃષ્ણ વહાલા હે મારા આનંદ હો(૨)
	અંતરનો પ્રેમ આપ્યો, તેં સહજાનંદ હો...હે હરિ૦ ટેક.
જોયા નથી તેં વહાલા, દોષો કદિયે મારા;
વરસાવી છે સદા તેં, અખંડ અમૃતધારા, (૨)
	કરુણાનો ધોધ તારો, અખંડ તું તો વહાવે, (૨)
		નિરપેક્ષ અંતરનો પ્રેમ આપ્યો તેં તો સદાયે...હે હરિ૦ ૧
માયાને કીધી બુઠી, સમજણ હૈયે તેં ગુંથી;
મળ્યું મને જે તુંથી, વર્ણન થાય ન મુંથી (૨)
	અમૂલ્ય ઋણ તારું વાલા, ચુકવ્યું ન જાયે, (૨)
		નિરપેક્ષ અંતરનો પ્રેમ આપ્યો તેં તો સદાયે...હે હરિ૦ ૨
અર્પણ કરુ શું તમને, અર્પ્યું છે સર્વે તમે;
ગમે નહી જે જે તમને, દેશો ન કદિયે મને, (૨)
	હું ને પલટી દો ને વાલા, તમમાં સદાયે, (૨)
		નિરપેક્ષ અંતરનો પ્રેમ આપ્યો તેં તો સદાયે...હે હરિ૦ ૩

 

મૂળ પદ

હે હરિકૃષ્ણ વહાલા હે મારા આનંદ હો, અંતરનો પ્રેમ આપ્યો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
સોલી કાપડિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0