સદા હું સ્વામિનારાયણનો, હરિ ને હરિના છે મારા, અમ સૌ સંતો-ભક્તોના છે ૧/૧

સદા હું સ્વામિનારાયણનો, હરિ ને હરિના છે મારા,
	અમ સૌ સંતો-ભક્તોના છે, શ્રીજી એક આધારા...ટેક.
હું હરિનો સંત હરિના, ભક્તો પણ હરિના,
	વાલમ દેજો હેત મહિમા, આ તારામાં અપારા...સદા હું૦ (૧)
સુખ-દુ:ખ જે હરિ હરિજનના, માનું સદા એ મારા,
	ભગવદ્‌ ભક્તના દુ:ખડા દળવા, તન-ધન કરુ કુરબાના...સદા હું૦ (૨)
તન-મનના મારા થાકને, હું નહીં ગણું લગારા,
	વાલમના વાલાને કાજે, મથીશ અપરંપારા...સદા હું૦ (૩)
લોકલાજ ને માન-મોટયપ, વળી તન-મન-ધન જે નઠારા,
	સંત-ભક્તને શ્રીજી કાજે, કાઢુ  દિલથી  બારા...સદા હું૦ (૪)

 

મૂળ પદ

સદા હું સ્વામિનારાયણનો, હરિ ને હરિના છે મારા, અમ સૌ સંતો-ભક્તોના છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
અમન લેખડિયા
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
દિપક શાહ + જયેન્દ્ર કલ્યાણ
અટલ પ્રતિજ્ઞા
Studio
Audio
0
0