અશરણ શરણ ભુજદંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી ૪/૮

અશરણ શરણ ભુજદંડ મહારાજના, ચિહ્ન તેમાં હવે કહું વખાણી;
	ભુજમાં છાપનાં ચિહ્ન છે સુંદર, કોણિયું શ્યામ સુખધામ વાણી		-૧
પોંચાથી ઉપર છાપનાં ચિહ્ન છે, કાંડાં છે કઠણ બળવાન ભારી;
	કરભ પર કેશ છે હથેળી રાતિયો, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી	-૨
રાતી છે આંગળિયું રાતા છે નખમણિ, ઉપડતા તીખા તે જોયા જેવા;
	એવા જે કરવર ધરત જન શિર પર, આતુર અભય વરદાન દેવા	-૩
જાનુ પર્યંત ભુજ સરસ ગજસૂંઢથી, ભક્તને ભેટવા ઊભા થાયે;
	એવા ઘનશ્યામની ભુજછબી ઉપરે, પ્રેમાનંદ તન મન વારી જાયે		-૪
 

મૂળ પદ

કીજીએ ધ્યાન શ્રીધર્મના કુંવરનું

મળતા રાગ

કેદારો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી