આજે હરિજયંતિ દિન આવિયો રે, એ તો સત્સંગીને મન ભાવિયો રે ૩/૪


આજે હરિજયંતિ દિન આવિયો રે, એ તો સત્સંગીને મન ભાવિયો રે	-ટેક.
પુત્ર કલત્ર આપે રાજ પાટને રે, ખોટ ખોઈ ઉઘાડે ખાટને રે		-૧
એ તો મોક્ષનો જાણો વાવટો રે, આવ્યો આજે વિજય જાણે સામટો રે	-૨
એ તો વિપ્ર જાણો વિવાહ તણો રે, કરે હસ્ત મેળાપ હરિ તણો રે	-૩
દાસ નારાયણ એને શરણે જતાં રે, પાપ પૂર્વનાં પૂર્ણ પ્રજળી જતાં રે	-૪
 

મૂળ પદ

હરિજયંતિ વ્રત હેતે કીજીએ રે

મળતા રાગ

ઢાળ : કોડે કોડે એકાદશી કીજીએ રે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી