આજ અઢળ ઢળ્યા અલબેલા રે, ભરી ભાવે રહે મુજ ભેળા રે ૧/૨

આજ અઢળ ઢળ્યા અલબેલા રે, ભરી ભાવે રહે મુજ ભેળા રે...ટેક.
મેં હિ ચાલું ચાલે મેરે સાથ રે, મેં હલાવું હલાવે ઓ હાથ રે;
			મેં ગાઉં તો ગાવે ભેળે ગાથ રે...આજ૦ ૧
મેં હિ દેખું દેખે મેરા શ્યામ રે, સૂનું શ્રવણે સુને સુખધામ રે;
			ઐસે સંગ રહે આઠું જામ રે...આજ૦ ૨
ઐસે ભળી રહ્યા મેરે ભેળે રે, મેહિ મેલું મોયે એ ન મેલે રે;
			ઐસે સદા સંગ મેરે ખેલે રે...આજ૦ ૩
ખરી ખુમારી હે અંગ યાકી રે, મેરે પ્રીતમ પ્રાણ પિયાકી રે;
			કહે નિષ્કુળાનંદ કહાં વાકી રે...આજ૦ ૪
 

મૂળ પદ

આજ અઢળ ઢળ્યા અલબેલા રે, ભરી ભાવે રહે મુજ ભેળા રે

મળતા રાગ

જકડી ઢાળ : વાલા મારી શૂધબૂધ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી