આ યોગી કોઈ અદ્‌ભુત આવ્યા, જોતાં તે હૈયું હીસે રે ૧/૧

આ યોગી કોઈ અદ્‌ભુત આવ્યા, જોતાં તે હૈયું હીસે રે;
	શાંત મૂરતિ અતિ સુખકારી, દુર્લભ દર્શન દીસે રે-આ૦ ૧
યોગકળામાં જણાય છે પૂરા, ધ્યાનમાં ચિત્ત ચડાવ્યું રે;
	નેત્ર મટકું મારે નહીં એકે, અંતર સુખ અતિ આવ્યું રે-આ૦ ૨
તપસ્વી તીખા અધિક અનુપમ, કરશ દીશે સર્વે અંગ રે;
	મનમાં મગન તન તેજ અપારી, ચડયા જાણી ચોગણો રંગ રે-આ૦ ૩
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ માંહિ, તુરિયામાં લક્ષ લાગ્યો રે;
	દયાનંદના નાથને સહેજે, બીજાને મળે ન માગ્યો રે-આ૦ ૪
 

મૂળ પદ

આ યોગી કોઈ અદ્‌ભુત આવ્યા, જોતાં તે હૈયું હીસે રે

મળતા રાગ

ઢાળ : પ્રાત: થયું મનમોહન

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી