રસિયાનો હિંડોળો રૂડો, હેતે જોઇએ હેલી રે ;૭/૮

રસિયાનો હિંડોળો રૂડો, હેતે જોઇએ હેલી રે ;
ચોંપ કરી જલદીથી ચાલો, કામકાજ સર્વે મેલી રે. ર૦૧
ઝાઝે હેતે કરીને ઝૂલાવે, ગિરિધરને ગોવાળા રે ;
આસપાસ આવીને ઉભા, લાગે છે રૂપાળા રે. ર૦ર
કોડીલા વર કાનકુંવરની, મૂર્તિ સુંદર શોભે રે ;
ભાલ તિલક સુંદર ભૂધરનું જોઇજોઇ મનડું લોભે રે. ર૦૩
ડોલરીયા કેરો હિંડોળો, નિરખ્યો હેત કરીને રે ;
બ્રહ્માનંદ તે લાભ કમાણી, સુંદર દેહ ધરીને રે. ર૦૪

મૂળ પદ

નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી