કાનને એટલું કહેજો, ઉદ્ધવજી કાંનને એટલું કહેજો૮/૮

 

કાનને એટલું કહેજો, ઉદ્ધવજી કાંનને એટલું કહેજો,
રાંક પર રૂસણે ન રહેજો, ઉદ્ધવજી કાંનને. ટેક
પાનની પેઠે અમે જઇએ સુકાણાં,
ચોંપે સંભાળ લેજો…. ઉદ્ધવજી કાંનને. ૧
દુઃખ દરિયામાં જાયે તણાણાં;
બળવંત બાવડે ગ્રેજો… ઉદ્ધવજી કાંનને.૨
આવશું અમે એમ કહીને ગયા છે,
વચન વિસારી નવ દેજો….. ઉદ્ધવજી કાંનને.૩
ભૂમાનંદના નાથ અમ અર્થે;
એટ્લી ઉપહાસ સહેજો, ….. ઉદ્ધવજી કાંનને.૪

 

મૂળ પદ

મોહન ચાલ્યા મેલી

રચયિતા

ભૂમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી