અમ���ે છોડીને તમે, ચાલ્યા મારા નાથ થોડીવાર ઉભા રહો, કહીએ જોડી હાથ ૧/૧

રાગ ઃ- આજ સખી આનંદની હેલી

અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ,

થોડીવાર ઉભા રહો, કહીએ જોડી હાથ...     ૧

ભુલો અમારી વાલા, માફ કરતા જાજો,

ફરીવાર દર્શન દેવા, વેલા વેલા આવજો...      ૨

થયાં છીએ અમે કેવળ, વાલમજી તમારા,

હૃદયમાં તો સદા તમને, સાચવીશું પ્યારા...     ૩

પ્રગટ દર્શન વિના અમને, ગમશે નહિ કયાંય,

તમારા વિનાનું જીવન, કેમ રે જીવાય...           ૪

કથા-કિર્તન ‘જ્ઞાન’ તમારૂ, ભુલશું નહિ અમે,

દયા કરી જીવન અમને, ભુલશો નહિ તમે.. .    ૫

મૂળ પદ

અમને છોડીને તમે, ચાલ્યા મારા નાથ

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી