ઉપરથી બોલું રે, કે માંહીં તો હેત ઘણું ૭/૮

 

ઉપરથી બોલું રે, કે માંહીં તો હેત ઘણું ;
શું ભારછે વહાલા રે, કે દહીં ને દૂધ તણું.
મારાં વચન સુણીને રે, કે રખે તમે બી જાતા ;
મનગમતું કરજો રે, કે રંગડાના રાતા.
ઉપરથી આમે રે, કે બોલું છું બળમાં ;
તમ સારું આવી રે, કે વસી છું ગોકુળમાં.
કંઇ ઘેલીનથી રે, કે સુધી સાજી છું ;
રોકીને રહ્યા છો રે, કે એમાં હું રાજી છું.
ડારો દેખીને રે, કે ન ડરશો, કાનુડા ;
વહાલા લાગો છો રે, કે નટવર નાનુડા.
કો આગળ જઇને રે, કે આ નહીં વાત કરું ;
બ્રહ્માનંદના વહાલા રે, ખોટું નહીં કહું છું ખરું.

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી