તમારો પ્રેમ હવે નહીં મળે યાદ આવો ત્યાં હૈયુ ટળવળે ૧/૧

તમારો પ્રેમ હવે નહીં મળે (૨)
યાદ આવો ત્યાં હૈયુ ટળવળે (૨)... ટેક.
આપીયુ છે સુખ તમે અપરમપાર (૨)
મારા નહિ હતાં તમે લાખોના આધાર (૨)
રોઇ-રોઇ રહ્યાં સર્વે, છોડી તમે ગયાં સર્વે,
ભુલી નથી શકતા તમને, કોઇ બાઇ-ભાઇ,
સેવા તમારી હવે કયાંથી મળે... તમારો૦ ૧
તારા વિના જીવે જાણે સહુ નિરાધાર (૨)
તમે જેવો આપ્યો એવો કોણ આપે પ્યાર (૨)
વાત્સલ્યમૂર્તિ તમે, કોને પુછી કરશુ અમે,
હવે સર્વે ઘરનો ને પરનો વેવાર,
તમારા જેવા હવે કોણ મળે...તમારો૦ ૨
જ્યારે જ્યારે મુંજાતા અમેં તો અપાર (૨)
એક જ પળમાં સૌને કાઢી દેતા બાર (૨)
રોતા રોતા આવે બહું, હસતા હસતા જાય સહુ,
જ્ઞાનજીવનને અનુભવ છે સદાઇ,
તમારા જેવું સહુમાં કોણ ભળે...તમારો૦

મૂળ પદ

તમારો પ્રેમ હવે નહીં મળે

મળતા રાગ

દિલકા ખીલોના હાય ટુટ ગયા...

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
મનહર ઉધાસ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0